New Update
/connect-gujarat/media/post_banners/b7a55bf09397e66ab54fe1760d90751731818859c5725b8a5c15a85d2399768d.webp)
એશિયન ગેમ્સમાં પાંચમા દિવસે ભારતની વુશુ ખેલાડી રોશિબિના દેવીએ ઈતિહાસ રચ્યો હતો. તેણે વુશુમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. રોશિબિના દેવીને 60 કિલોગ્રામ મહિલા વર્ગમાં ચીનની ખેલાડીએ હરાવી હતી. આ રીતે ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોશિબિના દેવીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. વાસ્તવમાં એશિયન ગેમ્સમાં ભારત ક્યારેય વુશુમાં મેડલ જીતી શક્યું નથી. રોશિબિના દેવી પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ હતી.
Latest Stories