Connect Gujarat
સ્પોર્ટ્સ

છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ફાઈનલમાં ભારત સામે 6 વિકેટથી જીત મેળવી

X

વર્લ્ડ કપ ફાઇનલ 2023

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હર્યું

વર્લ્ડ કપ 2023 જીત્યું ઑસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં 7 વિકેટે જીત્યું

ભારતે 241 રનનો આપ્યો હતો ટાર્ગેટ

વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અજેય બન્યું છે. વધુ એક વાર ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી ભારતને હરાવીને છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી વાર હાર્યું છે. આ પહેલા 2003ની સાલમાં પણ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં 240 રન કર્યાં હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લઈને ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો હતો.

ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે ભારતની નૈયા ડૂબાડી દીધી હતી. ભારતના 3 ફાસ્ટ અને 2 સ્પીનરો પણ ટ્રેવિડ હેડને આઉટ નહોતો કરી શક્યા. ટ્રેવિસ હેડ સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાની મહાજીતનો પાયો નાખ્યો હતો. 241 રનનો ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે સાવ સસ્તામાં 3 વિકેટ ગુમાવી દેતા ભારતની આશા જાગી હતી અને કરોડો ભારતીયોને પણ લાગતું હતું કે વર્લ્ડ કપ હવે ભારતનો છે પરંતુ ત્યાર પછી બેટિંગ માટે આવેલા ટ્રેવિસ હેડે સદીથી પણ વધારે રન ફટકારીને ભારતનું જીતનું સપનું ચકનાચૂર કર્યું હતું.

Next Story