Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન જાહેર કર્યો, પેટ કમિન્સ કપાયો

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન જાહેર કર્યો, પેટ કમિન્સ કપાયો
X

1 જુનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં ટી 20 વર્લ્ડકપ શરુ થવાનો છે. કુલ 20 ટીમો ભાગ લેવાની છે. 20 ટીમોએ હજુ સત્તાવાર રીતે પોતપોતાની ટીમ જાહેર કરી નથી પરંતુ કેટલાકના નામ નક્કી છે જોકે કેટલીક ટીમને સરપ્રાઈઝ કેપ્ટન મળી શકે છે તેમાંની એક ઓસ્ટ્રેલિયન ટીમ છે. ટી 20 વર્લ્ડકપ માટે મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બને તે નક્કી છે.

ઓસ્ટ્રેલિયાના હેડ કોચ એન્ડ્રૂ મેકડોનાલ્ડ ઈચ્છી રહ્યાં છે કે 32 વર્ષીય માર્શ ટી 20 વર્લ્ડ કપમાં કેપ્ટન બને અને તેમણે સપોર્ટ પણ કર્યો છે. મેકડોનાલ્ડે કહ્યું કે મને લાગે છે કે માર્શના પક્ષમાં પલડું ભારે છે, માર્શ ટીમ સાથે જે રીતે હળભળી રહ્યો છે, ટીમને સહયોગ આપી રહ્યો છે તેનાથી અમે રાજી છીએ. અમને લાગે છે કે માર્શ વર્લ્ડ કપનો લીડર છે અને આગામી સમય નક્કી થઈ જશે. એરન ફિંચની નિવૃતી બાદ ટી 20 વર્લ્ડકપ માટે માર્શનું નામ સામે આવ્યું હતું. એરન ફિંચની કપ્તાનીમાં જ ઓસ્ટ્રેલિયાએ 2021નો વર્લ્ડ કપ જીત્યો હતો. ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં ફિંચે ન્યૂઝીલેન્ડ સામે 77 રન કર્યાં હતા અને તે પ્લેયર ઓફ મેચ જાહેર કરાયો હતો.

Next Story