Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ 15 ખેલાડીઓના નામની કરી જાહેરાત, પેટ કમિન્સને સોંપાઈ કમાન

વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ 15 ખેલાડીઓના નામની કરી જાહેરાત, પેટ કમિન્સને સોંપાઈ કમાન
X

ભારતમાં શરૂ થવામાં ODI વર્લ્ડ કપને એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેગા ઈવેન્ટ માટે તેના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. તેની પાસે હજુ પણ 27 સપ્ટેમ્બર સુધી આ ટીમમાં ફેરફાર કરવાની તક રહેશે. ગયા મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી અને હવે તેમાંથી 3 ખેલાડીઓને બાકાત કરીને મુખ્ય ટીમ જાહેર કરવામાં આવી છે.

પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, એશ્ટન અગર, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.

Next Story