/connect-gujarat/media/post_banners/210d8856ef80126ca57e982bd43f1c8b6237ddf327139408261f6d02e6475063.webp)
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શનો આજે જન્મદિવસ છે. માર્શ પોતાના જન્મદિવસ પર વર્લ્ડ કપમાં રમતી વખતે પાકિસ્તાન સામે સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. તેણે 100 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની આ સદી વધુ ખાસ બની છે કારણ કે તેણે તેના જન્મદિવસ પર સદી ફટકારી છે. મિશેલ માર્શે ડેવિડ વોર્નર સાથે મળીને પાકિસ્તાન સામે પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી. મિશેલ માર્શ પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે, જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપમાં આવું કરનાર તે બીજા બેટ્સમેન છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના રોસ ટેલરના નામે હતો. ટેલરે 2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી.
અગાઉ વિનોદ કાંબલીએ 1993માં પોતાના જન્મદિવસ પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડેમાં સદી ફટકારી હતી. આ તેનો 21મો જન્મદિવસ હતો. 1998માં સચિન તેંડુલકરે શારજાહમાં ઓસ્ટ્રેલિયા સામે 134 રનની ઇનિંગ રમી હતી જે તેનો 25મો જન્મદિવસ હતો.