Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શોન માર્શે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શોન માર્શે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત
X

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શોન માર્શે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે બિગ બેશ લીગમાં સિડની થંડર સામે તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. માર્શે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા યાદગાર રેકોર્ડ બનાવ્યા છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. માર્શ એ ખેલાડી છે જેણે IPLની પ્રથમ સીઝનમાં ઓરેન્જ કેપ જીતી હતી.

માર્શ બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ તરફથી રમી રહ્યો છે. તેણે મેલબોર્ન સ્ટાર્સ સામે રમાયેલી છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. માર્શે 49 બોલનો સામનો કરીને 64 રન બનાવ્યા છે. તેના પ્રદર્શનના આધારે મેલબોર્ન રેનેગેડ્સે 6 વિકેટે જીત મેળવી હતી. માર્શે હવે ખુલાસો કર્યો છે કે તે 17 જાન્યુઆરીએ સિડની થંડર સામે તેની કારકિર્દીની છેલ્લી મેચ રમશે. આ પછી નિવૃત્ત થશે.

Next Story