અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' 10 એપ્રિલે રિલીઝ થવાની હતી, જે અજય દેવગનની ફિલ્મ 'મેદાન' સાથે બોક્સ ઓફિસ પર સીધી ટક્કર થવાની હતી. જો કે, હવે રિપોર્ટ અનુસાર, બંને ફિલ્મો મુલતવી રાખવામાં આવી રહી છે અને 11 એપ્રિલે રિલીઝ થવાની છે તાજેતરના બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડ રિપોર્ટ અનુસાર, 'બડે મિયાં છોટે મિયાં' ઈદના દિવસે 10 એપ્રિલના બદલે 11 એપ્રિલે રિલીઝ થશે.
આ ઉપરાંત આ ફિલ્મનો રન ટાઈમ પણ ઘટાડી દેવામાં આવ્યો છે. પહેલા આ ફિલ્મ 2 કલાક 36 મિનિટની હતી, પરંતુ હવે રન ટાઈમ 7-8 મિનિટ ઘટાડવામાં આવી રહ્યો છે.ઈન્ડસ્ટ્રી ટ્રેકર વેબસાઈટ Sacnilk.com અનુસાર, અત્યાર સુધીમાં 'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મની એડવાન્સ બુકિંગમાં 9 હજાર ટિકિટ બુક થઈ છે, જેના કારણે કલેક્શન 30 લાખ રૂપિયા થવાનો અંદાજ છે. ભારતમાં આ ફિલ્મના 3 હજાર શોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ, મેદાનના 2700 શો માટે અત્યાર સુધીમાં 6 હજાર ટિકિટ વેચાઈ છે, જેના કારણે ફિલ્મ 20 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે.