ભરૂચ : જંબુસરના મંગણાદ ગામે સ્કૂલ ગેમ્સ 2023-24 અંતર્ગત તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાય…

સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજવામાં આવી હતી.

New Update
ભરૂચ : જંબુસરના મંગણાદ ગામે સ્કૂલ ગેમ્સ 2023-24 અંતર્ગત તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાય…

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી-ભરૂચ દ્વારા સંચાલિત સ્કૂલ ગેમ્સ 2023-24 અંતર્ગત તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા રમત ગમત આયોજિત તથા જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી-ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ ગેમ્સ 2023-24 અંતર્ગત તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જંબુસર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ મકવાણા હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય દેવદત્ત પટેલે ઉપસ્થિત સૌકોઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

રમતગમતની પ્રક્રિયામાં નિર્ણાયકની કામગીરી કરવા માટે કચેરી દ્વારા નિયુક્ત કરેલ નિર્ણાયકો અને લવાદ કમિટી પણ હાજર રહી હતી. ત્યારબાદ સ્પર્ધાની ટીમોને ફાળવણી કરવામાં આવી હતી, અને રમત શરૂ કરવામાં આવી હતી. ખેલાડીઓ પુરા જોશથી મેદાનમાં ઉતાર્યા હતા, અને પોતાની ટીમને જીતાડવા માટે પ્રયત્નો કર્યા હતા. આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજવામાં આવી હતી.

જોકે, ખોખો સ્પર્ધામાં અંડર-14માં નહાર અને રૂણાદ, અંડર-17 નહાર અને માલપુર અને અંડર-19માં એચ.એસ.શાહ હાઈસ્કૂલ અને નાડાસારાની ટીમ વિજેતા બની હતી. આ પ્રસંગે મંગણાદ ગામના સરપંચ મનીષા પટેલ, જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાનજી પઢીયાર, એસએમસી અધ્યક્ષ વિક્રમસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ શૈલેન્દ્રસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ અલગ અલગ શાળાઓમાંથી આવેલા રમતવીરો પોતાના માર્ગદર્શક શિક્ષકો સાથે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories