આઈપીએલને લઈ મોટા સમાચાર, આ બે ટીમની તારીખમાં થયો ફેરફાર. જાણો શું છે કારણ

New Update
આઈપીએલને લઈ મોટા સમાચાર, આ બે ટીમની તારીખમાં થયો ફેરફાર. જાણો શું છે કારણ

આઈપીએલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગની બે મેચની તારીખ બદલવામાં આવી છે. બીસીસીઆઈએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેણે ગયા મહિને શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની ચાલુ સિઝનની બે મેચોને ફરીથી શેડ્યૂલ કરી છે.

બીસીસીઆઈની એક રીલીઝ મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ જે મૂળરૂપે ઈડન ગાર્ડન્સ ખાતે 17 એપ્રિલ, 2024 ના રોજ યોજાવાની હતી તે એક દિવસ માટે અગાઉથી નક્કી કરવામાં આવી છે અને હવે તેના બદલે 16 એપ્રિલ, 2024ના રોજ યોજાશે.બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ 16 એપ્રિલ, 2024ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની હતી તે એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે અને હવે તે 17 એપ્રિલ, 2024ના રોજ રમાશે.

બીસીસીઆઈએ આ માટે સત્તાવાર રીતે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. એક સ્પોર્ટ્સ વેબસાઇટના કહેવા પ્રમાણે, કોલકાતાના સત્તાવાળાઓ ઈડન ગાર્ડન્સ ખાતે KKR-RR ની આઈપીએલ મેચ માટે સુરક્ષા પૂરી પાડવા અંગે અચોક્કસ હતા. કારણકે આ દિવસે રામ નવમીના તહેવાર છે, જેથી પૂરતી સુરક્ષા આપી શકાય તેમ નહોતી.