ક્રિકેટર કેદાર જાધવે તમામ ફૉર્મેટ માંથી નિવૃત્તિની કરી જાહેરાત

ભારતી ટીમના સ્ટાર ક્રિકેટર કેદાર જાધવે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 39 વર્ષીય કેદારે 3 જૂન (સોમવારે) સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી.

New Update
Kedar Jadhav

ભારતી ટીમના સ્ટાર ક્રિકેટર કેદાર જાધવે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 39 વર્ષીય કેદારે 3 જૂન (સોમવારે) સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી. કેદારે બપોરે 3 વાગ્યે આ પોસ્ટ કર્યું. કેદારે ભારત માટે તેની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2020માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.

કેદાર જાધવે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, 'મારી કારકિર્દી દરમિયાન પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. 3 વાગ્યાથી મને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત ગણવામાં આવશે.

કેદાર જાધવે વર્ષ 2014માં શ્રીલંકા સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કેદાર જાધવે ભારત માટે 73 ODI મેચ રમી જેમાં તેણે 42.09ની એવરેજથી 1389 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 101.60 રહ્યો છે. કેદાર જાધવે વન ડેમાં 2 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. 

કેદાર જાધવે વન ડે ઈન્ટરનેશનલમાં પોતાની સ્પિનનો જાદુ દેખાડ્યો અને 27 વિકેટ પણ લીધી. કેદાર જાધવે 2015માં ઝિમ્બાબ્વે સામેની મેચથી તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. કુલ 9 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેદાર જાધવે 20.33ની એવરેજથી 122 રન બનાવ્યા છે.

Latest Stories