Connect Gujarat
સ્પોર્ટ્સ

CSKનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ પહોંચ્યો,ફોટો પોસ્ટ કરીને ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી

CSKનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ પહોંચ્યો,ફોટો પોસ્ટ કરીને ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી
X

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની તૈયારીઓ માટે ચેન્નઈ પહોંચી ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ મંગળવારે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધોનીનો ફોટો પોસ્ટ કરીને આની જાહેરાત કરી હતી.CSKનો કેપ્ટન ધોની એક-બે દિવસમાં ટ્રેનિંગ કેમ્પમાં જોડાઈ શકે છે. આ પહેલાં ફાસ્ટ બોલર દીપક ચહર અને ઋતુરાજ ગાયકવાડ ટ્રેનિંગ કેમ્પમાં જોડાઈ ચૂક્યા છે.

અહીં ચેપોક સ્ટેડિયમમાં એક સપ્તાહથી ટીમનો ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. કેમ્પમાં ઋતુરાજ ગાયકવાડ અને ફાસ્ટ બોલર દીપક ચહર જેવા અડધો ડઝન ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં સિમરજીત સિંહ (ફાસ્ટ બોલર), રાજવર્ધન હંગરગેકર (ઓલરાઉન્ડર), મુકેશ ચૌધરી (ફાસ્ટ બોલર), પ્રશાંત સોલંકી (સ્પિનર), અજય મંડલ (ઓલરાઉન્ડર)ના નામ સામેલ હતા. હવે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ કેમ્પમાં સામેલ થવા જઈ રહ્યો છે.

Next Story