Connect Gujarat
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની કરી જાહેરાત

ઈંગ્લેન્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની કરી જાહેરાત
X

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે 25 જાન્યુઆરીથી શરૂ થનારી આ ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન અને વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કે ટીમમાં ત્રણ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં ત્રણ નવા ચહેરાનો સમાવેશ કર્યો છે. તેમાં શોએબ બશીર, ટોમ હાર્ટલી અને ગસ એટકિન્સનનો સમાવેશ થાય છે. ઓલી પોપ આ ટીમના વાઇસ કેપ્ટન છે. ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ટોમ હાર્ટલી, જેક લીચ અને રેહાન અહેમદના રૂપમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કર્યો છે.

ભારતમાં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમમાં જો રૂટ, જોની બેરસ્ટો, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન સ્ટોક્સ, શોએબ બશીર, બેન ફોક્સ અને ઓલી પોપના રૂપમાં નવ બેટ્સમેન છે. ટોમ હાર્ટલે, જેક લીચ અને રેહાન અહમદના રૂપમાં ત્રણ સ્પિનરો છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, ઓલી રોબિન્સન અને માર્ક વુડ છે.

તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં બેન સ્ટોક્સની ટીમ પાંચ મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારતના પ્રવાસે આવશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 25મી જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. આ પછી બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિઝાગમાં, ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં, ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં અને છેલ્લી ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.

ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ - બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, જોની બેયરસ્ટો (વિકેટકીપર), શોએબ બશીર, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ (વિકેટકીપર) ), ટોમ હાર્ટલે, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.

Next Story