ખેડૂત પરિવારની દીકરી નેપાલમાં ચમકી
નેપાલમાં યોજાયેલ ગેમ્સ સ્પર્ધામાં બરછી ફેકમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
12 મેડલ મેળવી સમગ્ર પરિવાર સાથે દેશનું નામ રોશન કર્યું
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના મંડોર ગામની ખેડુત પુત્રીએ નેપાલમાં યોજાયેલ છઠ્ઠી ઇન્ટરનેશનલ ગેમ્સ સ્પર્ધામાં બરછી ફેકમાં ગોલ્ડ મેડલ મેળવી પરિવાર અને દેશનું નામ રોશન કર્યું હતું. હાલમાં નેપાલ ખાતે યોજાયેલ છઠ્ઠી ઇન્ટરનેશનલ ગેમ્સ સ્પર્ધામાં બરછી ફેકમાં સોમનાથના નાના એવા ગામ મંડોરની ખેડૂત પુત્રીએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર પરિવાર સાથે ગિર સોમનાથનું નામ રોશન કર્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ના મંડોર ગામ ની ખેડુત પુત્રી રાષ્ટ્ર કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગીર સોમનાથના નાના એવા મંડોર ગામના રહીશ લાખાભાઈની પુત્રી પૂરીબેન પરમારએ રમત ગમત ક્ષેત્રમાં ટોટલ 12 મેડલ મેળવ્યા છે. તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. દીકરી પૂરી બેનને પણ વર્ષોથી સ્પોર્ટ ક્ષેત્રે ખૂબ જ લગાવ હતો. તેમણે જણાવ્યુ હતું કે મને નિષ્ફળતા મળી છે પરંતુ મેં ક્યારે હાર માની નથી અને વારંવાર ખૂબ જ મહેનત બાદ મને આજે આ સફળતા મળી થઈ છે.