/connect-gujarat/media/post_banners/8f5c035478c428820e312c8ef68ea7b17ea0b4cd5c24f73cf137bc9c58ab99ca.webp)
દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડની ટીમો ધર્મશાળામાં આમને-સામને છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા ODI ફોર્મેટમાં સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો દક્ષિણ આફ્રિકાનો ત્રીજો બોલર બની ગયો છે. કગીસો રબાડાએ 95 વનડે મેચમાં 150 વિકેટનો આંકડો પાર કર્યો. કગીસો રબાડાએ નેધરલેન્ડના બેટ્સમેન વિક્રમજીત સિંહને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. રબાડાએ 95 વનડે મેચમાં આ આંકડો પાર કરી એક મોટો રેકોર્ડ પોતાના નામે બનાવ્યો છે.
જ્યારે આ પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર એલન ડોનાલ્ડ, મોર્ને મોર્કેલ અને ઈમરાન તાહિરે 89 મેચમાં 150 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સિવાય કગીસો રબાડા અને ડેલ સ્ટેને 95-95 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. કગીસો રબાડાની વનડે કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ 89 મેચમાં 151 વિકેટ ઝડપી છે. કગીસો રબાડાની એવરેજ 27.14 રહી છે. આ સિવાય ODI ફોર્મેટમાં કગીસો રબાડાની ઈકોનોમી 5.07 રહી છે. સાથે જ આ ફાસ્ટ બોલરનો સ્ટ્રાઈક રેટ 32.18 છે. ODI ફોર્મેટમાં, કગીસો રબાડાએ બે વખત એક મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે શ્રેષ્ઠ બોલિંગ ફિગર 16 રનમાં 6 વિકેટ છે.