Connect Gujarat
સ્પોર્ટ્સ

ફિફા વર્લ્ડ કપ 2022માં આર્જેટિના ફ્રાંસને હરાવી બન્યું વિશ્વ ચેમ્પિયન

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું

ફિફા વર્લ્ડ કપ 2022માં આર્જેટિના ફ્રાંસને હરાવી બન્યું વિશ્વ ચેમ્પિયન
X

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું છે. આર્જેન્ટિના માટે છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસ્સીએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીનો શાનદાર રીતે અંત કર્યો છે. નિયમિત સમયમાં સ્કોર 2-2 અને વધારાના સમયમાં 3-3ની બરાબરી પર રહ્યો હતો. આ પછી પેનલ્ટી શૂટ-આઉટમાં આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.

મેચની શરૂઆતથી જ આર્જેન્ટિનાએ શાનદાર રમત બતાવી અને 23મી મિનિટે જ તેને લીડ મળી હતી. ફ્રાન્સ દ્વારા ફાઉલ થયા બાદ આર્જેન્ટિનાને પેનલ્ટી કિક મળી હતી અને તેના પર લિયોનેલ મેસીએ ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. 13 મિનિટ બાદ આર્જેન્ટિનાએ વધુ એક ગોલ કરીને મેચમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. એન્જલ ડી મારિયાએ શાનદાર પાસ ભેગા કર્યા અને ગોલ કર્યો અને સ્કોર 2-0 કર્યો.

પ્રથમ 80 મિનિટ સુધી, આર્જેન્ટિનાએ આરામથી તેની લીડ જાળવી રાખી હતી, પરંતુ તે પછી એમ્બાપેએ આર્જેન્ટીના પર કહેર વર્તાવ્યો હતો. એમ્બાપેએ 80મી મિનિટે પેનલ્ટી કિક પર ગોલ કરીને તેને 2-1 કરી અને પછીની જ મિનિટે બરાબરી કરી લીધી. મિડફિલ્ડમાંથી એક શાનદાર પાસ પર એમ્બાપેએ શ્રેષ્ઠ રીતે બોલ પર નિયંત્રણ કર્યું અને વોલી પર ગોલ કરીને સ્કોર 2-2 કરી દીધો. આ પછી કોઈપણ ટીમ તરફથી કોઈ ગોલ થયો ન હતો અને મેચ 30 મિનિટના વધારાના સમયમાં ગઈ હતી.

વધારાના સમયની પ્રથમ 15 મિનિટમાં, આર્જેન્ટિનાએ ગોલ કરવાની ઘણી તકો ઉભી કરી હતી, પરંતુ તેઓ એકનો પણ ફાયદો ઉઠાવી શક્યા ન હતા. જોકે બીજા હાફમાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ આર્જેન્ટિના માટે બધું જ આપી દીધું હતું. વધારાના સમયના બીજા હાફની ત્રીજી મિનિટમાં, આર્જેન્ટિનાએ શાનદાર હુમલો કર્યો અને તેના પર મેસ્સીએ ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી આગળ કરી દીધું. વધારાના સમયના બીજા હાફના અંત પહેલા એમ્બાપેએ પેનલ્ટી પર વધુ એક ગોલ કરીને તેની હેટ્રિક પૂરી કરી અને સ્કોર 3-3ની બરાબરી પર લાવી દીધો હતો.

Next Story