FIFA વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ફ્રાન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપ 2018 જીત્યું હતું. ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપ 2022માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતર્યું હતું. ફ્રાન્સે ચોથી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે ફાઇનલમાં લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિના સામે ટકરાશે. ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ફાઈનલ મેચ 17 ડિસેમ્બરે રમાશે.
આ મેચ જીતીને ફ્રાન્સની ટીમે સતત બીજી વખત અને એકંદરે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ફ્રાન્સ ત્રણ વખત ફાઈનલ રમ્યું હતું અને તેણે 1998 અને 2018માં બે વખત ટાઈટલ જીત્યા હતા. જ્યારે 2006માં તે રનર્સ-અપ રહી હતી. ફ્રાન્સની ટીમ પણ બે વખત ત્રીજા નંબરે અને એકવાર ચોથા નંબર પર રહી છે. આ વખતે ફ્રાન્સની ટીમ કુલ સાતમી વખત ટોપ-4માં પહોંચી છે.