/connect-gujarat/media/post_banners/4c65590adb1c38d030770d1d5587d6d10e49db813ad48ebde563ffe1de88f35f.webp)
હોકીની રમતમાં જર્મનીનો કોઈ જોડ જડે તેમ નથી. ઓડિશામાં ભુવનેશ્વરમાં રમાયેલી હોકી વર્લ્ડ કપની ફાઈનલ જર્મનીએ જીતી લેતા તે ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. જર્મનીએ હોકી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં બેલ્જિયમને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવ્યું હતું. ભુવનેશ્વરમાં રમાયેલી મેચમાં જર્મનીએ શાનદાર પ્રદર્શન કરીને ત્રીજું વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, ફુલ ટાઈમ સુધીમાં બંને ટીમોએ 3-3થી બરાબરી કરી લીધી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટનો પ્રારંભ થયો હતો, જેમાં જર્મની 5-4થી વિજેતા બન્યું હતુ.
જર્મનીની ટીમે 17 વર્ષ બાદ હોકી વર્લ્ડ કપ જીત્યો છે. જર્મની આ સાથે ત્રણ કે તેથી વધુ વખત ટુર્નામેન્ટ જીતી ચૂકેલી ત્રણ ટીમોની કલબમાં જોડાઈ ગયું છે. જર્મની અગાઉ બે વખત (2002 અને 2006) ચેમ્પિયન બન્યું હતુ. જર્મની નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સાથેની એલિટ કલબમાં જોડાઈ ચૂક્યું છે, જેઓ ત્રણ કે વધુ વર્લ્ડ કપ ટાઈટલ જીતી ચૂક્યા છે. ફાઈનલ અગાઉ સેમિ ફાઈનલમાં હારેલા ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે બ્રોન્ઝ મેડલનો મુકાબલો ખેલાયો હતો, જેમાં નેધરલેન્ડનો વિજય થયો.