Hit Man Sharma T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બન્યો

New Update
Hit Man Sharma T20 આંતરરાષ્ટ્રીયમાં  સૌથી વધુ સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બન્યો

ભારત અને પ્રવાસી અફઘાનિસ્તાન વચ્ચે સીરિઝની અંતિમ અને ત્રીજી ટી20 બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 તોતિંગ છગ્ગાની મદદથી શાનદાર 121 રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. રિંકુ સિંહ પણ 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 69 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી

સદી ફટકારવાની સાથે જ રોહિત શર્માએ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. રોહિતની ટી20 ઈન્ટરનેશલમાં આ 5મી સદી હતી.

• 5 રોહિત શર્મા, ભારત

• 4 સૂર્યકુમાર યાદવ, ભારત

• 4 ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા