/connect-gujarat/media/post_banners/ecd5d01710504598c8040e4c326ed097a419000e01bbef5900f8c650fda3b72a.webp)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં, મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં હૈદરાબાદે 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સે 3 વિકેટ ગુમાવીને 287 રનનો મોટો સ્કોર બનાવ્યો. આ IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. અગાઉ આ જ સિઝનમાં હૈદરાબાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. હવે તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. મેચમાં ઓપનર ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી. આ રીતે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તૂટતા બચ્યો. IPLમાં આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલ (30 બોલ)ના નામે છે.