Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ
X

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાનમાં રમાશે. વર્ષ 2021-23ના WTC તબક્કામાં ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં 66.67 ટકા પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને રહી હતી. ભારતીય ટીમ આ વખતે 58.8 ટકા માર્ક્સ સાથે બીજા સ્થાને રહી હતી.

વર્ષ 2021માં જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ આવૃત્તિની ફાઈનલ મેચ રમાઈ હતી ત્યારે ભારતને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ WTCની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ ઐતિહાસિક મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે.

આ ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. ટોસ 2:30 વાગ્યે થશે. આ પછી 3 થી 5 વાગ્યા સુધી પ્રથમ સત્ર રમાશે. બીજું સત્ર 5:40 થી 7:40 દરમિયાન રમાશે જ્યારે દિવસના છેલ્લા સત્રની રમત ભારતીય સમય અનુસાર સાંજે 8 થી 10 વાગ્યા સુધી રમાશે.

ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 થી 11 જૂન દરમિયાન રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે પણ છે. જેમાં વરસાદના કારણે રમત બગડશે તો રિઝર્વ ડે સુધી મેચ યોજવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ મેચમાં ગ્રેડ 1 ડ્યુક બોલનો ઉપયોગ કરવામાં આવશે.

ભારતમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ પર થશે.

Next Story