ગ્લેન મેક્સવેલની સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ T-20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમે 5 મેચની શ્રેણીમાં 2-1થી પુનરાગમન કર્યું છે. શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં 1 ડિસેમ્બરે રમાશે.
ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટે 222 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 223 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ટીમે છેલ્લી 2 ઓવરમાં 43 રન બનાવીને જીત મેળવી હતી.
ગ્લેન મેક્સવેલે 48 બોલમાં 104* રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 8 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન મેથ્યુ વેડ 16 બોલમાં 28* રન બનાવીને અણનમ રહ્યો હતો. ટ્રેવિસ હેડે 18 બોલમાં 35 રન બનાવ્યા હતા.