IND vs AUS 3rd T20 : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20માં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું

New Update
IND vs AUS 3rd T20 : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20માં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો.

કેપ્ટન રોહિત શર્મા 17 રન જ્યારે કેએલ રાહુલ 1 રન આઉટ થયો હતો. રોહિત શર્માને કમિન્સે અને રાહુલને ડેનિયલ સેમ્સે આઉટ કર્યો હતો. કોહલી અને સૂર્યાએ ટીમની ઇનિંગને આગળ ધપાવી હતી. તો સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી રહી હતી. તેણે માત્ર 29 બોલમાં કરિયરની 8મી ફિફ્ટી ફટકારી હતી. તે હેઝલવુડની બોલિંગમાં 36 બોલમાં 69 રન કરીને આઉટ થયો હતો.વિરાટ કોહલીએ પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની 33મી ફિફ્ટી ફટકારી છે

Latest Stories