/connect-gujarat/media/post_banners/2ceee797ee54b2176b236d9624c2deb7fa97f35e54902422e652f53bf5feadc9.webp)
ચોથી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું છે. આ સાથે ટીમે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ભારતે તેની 136મી T20 જીતી, પાકિસ્તાનને પાછળ છોડી દીધું, જેની પાસે 135 T20 જીત છે.
રાયપુરમાં ચોથી T20 જીતીને ટીમ ઈન્ડિયાએ 5 મેચની T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પાંચમી અને છેલ્લી T20 બેંગલુરુમાં 3 ડિસેમ્બરે રમાશે, જો તે જીતી જશે તો પણ કાંગારૂ ટીમ શ્રેણી જીતી શકશે નહીં.
રાયપુરમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 154 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી રિંકુ સિંહે 46 રન બનાવ્યા હતા, જ્યારે અક્ષર પટેલે 3 મહત્વની વિકેટ લીધી હતી.