IND vs AUS: પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું

New Update
IND vs AUS: પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું

મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતને 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આઠ બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી.

આ પછી બેટિંગમાં શુભમન ગિલે 74 રનની અને ઋતુરાજ ગાયકવાડે 71 રનની ઇનિંગ રમી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. આ પછી સૂર્યકુમાર યાદવે 50 રનની ઇનિંગ રમી અને કેએલ રાહુલે 58 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે સિક્સર મારીને ટીમને જીત અપાવી હતી.