ભારતે રોમાંચક T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું. ટીમ ઈન્ડિયાના અર્શદીપ સિંહે બેંગલુરુમાં છેલ્લા 6 બોલમાં 10 રનને ડિફેન્ડ કર્યા હતા. તેણે પ્રથમ 3 બોલ પર કોઈ રન ન આપ્યો અને કેપ્ટન મેથ્યુ વેડની વિકેટ પણ લીધી. છેલ્લી ઓવરમાં ટીમ માત્ર 3 રન બનાવી શકી હતી.
ભારત તરફથી મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. શ્રેયસ અય્યરે 53 રન બનાવ્યા હતા. પાંચમી T20માં જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 4-1ના અંતરથી શ્રેણી જીતી લીધી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 8 વિકેટે 154 રન જ બનાવી શક્યું હતું. ઓસ્ટ્રેલિયા બેંગલુરુમાં પહેલીવાર T-20 મેચ હારી, અહીં ટીમે 3 T20 જીતી છે.