IND vs ENG, 3rd Test Rajkot : ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ પહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ થયું જાહેર

New Update
IND vs ENG, 3rd Test Rajkot : ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ પહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ થયું જાહેર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ આવતીકાલથી 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ સીરીઝ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે, પરંતુ આ પહેલા રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ ચર્ચામાં આવ્યુ છે, ખાસ વાત છે કે, ત્રીજી ટેસ્ટ પહેલા ખંડેરી સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામકરણ કરવામાં આવ્યું હતું.

BCCI ના સેક્રેટરી જય શાહ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશના પૂર્વ ક્રિકેટરો, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત યુવા ક્રિકેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય ટીમના ક્રિકેટરો અને પૂર્વ ક્રિકેટરો તથા હોદ્દેદારો સહિત સૌરાષ્ટ્રના રાજકીય સામાજિક અને ઔદ્યોગિક જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ દ્વારા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભવ્ય સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભવ્ય આતશબાજી કરી નિરંજન શાહ નામ આપવામાં આવ્યું હતું. નિરંજન શાહે મીડિયા સાથે વાતચીત કરી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.