Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs ENG : જો રૂટે ઈતિહાસ રચ્યો, ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો

IND vs ENG : જો રૂટે ઈતિહાસ રચ્યો, ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો
X

ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે રાંચી ટેસ્ટમાં ચોથા દિવસે શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. યજમાન ભારત સામેની 5 મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી 3 ટેસ્ટ મેચમાં જો રૂટ રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ ચોથી ટેસ્ટમાં રૂટે સાવધાનીપૂર્વક રમીને ભારત સામે વિસ્ફોટક સદી ફટકારી હતી. રૂટની ટેસ્ટ કારકિર્દીની આ 31મી સદી છે. આ રીતે રૂટે ફેબ-4માં વિરાટ કોહલીને ઘણો પાછળ છોડી દીધો છે. ફેબ-4માં સૌથી વધુ સદી કેન વિલિયમસનના નામે છે. સ્ટીવ સ્મિથ બીજા અને જો રૂટ ત્રીજા સ્થાને છે. જ્યારે ચોથા નંબર પર વિરાટ કોહલી છે

જો રૂટે 14 ઇનિંગ્સના લાંબા અંતર બાદ ટેસ્ટમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે. બેટ સાથે તેની છેલ્લી સદી ગયા વર્ષે જૂનમાં બર્મિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામે બની હતી. રૂટે ભારતીય ધરતી પર 3 વર્ષ બાદ ટેસ્ટમાં સદી ફટકારી છે. આ પહેલા તેણે ફેબ્રુઆરી 2021માં ચેન્નાઈમાં ભારત સામે બેવડી સદી ફટકારી હતી. જો રૂટે પોતાની 31મી ટેસ્ટ સદી સાથે ભારત સામે નવો ઈતિહાસ પણ રચ્યો છે. રૂટ ભારત સામે સૌથી વધુ 10 ટેસ્ટ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રૂટે 219 બોલમાં 9 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી, જે તેનો સર્વોચ્ચ સ્કોર હતો.

ફેબ 4 માં સૌથી વધુ ટેસ્ટ સદી (મેચો)

કેન વિલિયમસન – 32* (98)

સ્ટીવ સ્મિથ – 32 (107)

જો રૂટ – 31 (139)

વિરાટ કોહલી – 29 (113)

ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સદી

જો રૂટ-10

સ્ટીવ સ્મિથ - 9

રિકી પોન્ટિંગ- 8

વિવિયન રિચાર્ડ્સ- 8

ગેરી સોબર્સ - 8

શિવનારાયણ ચંદ્રપોલ- 7

Next Story