/connect-gujarat/media/post_banners/cfdf5d5dfb5ab79d388dae8cf2cab70fda1070def3dd3c2b2630740fbfa20f68.webp)
ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાંથી બહાર થયા બાદ આજે ફરી એકવાર બે ટીમ I રહી છે. બન્ને ટીમોનો વર્લ્ડકપ સારો રહ્યો હતો પરંતુ ચેમ્પીયન બનવામાં નિષ્ફળ રહી હતી. પરંતુ ખાસ વાત છે કે આગામી 18 નવેમ્બરે એટલે કે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, અને બન્ને ટીમો વેલિંગટનમાં ટકરાશે,
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો.
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટી20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ માટે ટૉસનો સિક્કો અડધા કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી ઉછાળવામાં આવશે.