IND vs SA 3rd ODI: આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી વન-ડે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે (11 ઓક્ટોબર) રમાશે.

New Update
IND vs SA 3rd ODI: આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી વન-ડે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે (11 ઓક્ટોબર) રમાશે. જ્યાં પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ રને જીતી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ પલટવાર કર્યો અને બીજી મેચ સાત વિકેટે જીતી લીધી. આવી સ્થિતિમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બંન્ને ટીમો માટે કરો યા મરો જેવી છે.

આ ત્રીજી વનડે મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે.ઉલ્લેખનીય છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને મંગળવારે પણ વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં 50-50 ઓવરની સંપૂર્ણ રમત ન થાય તેવી સંભાવના છે. જો ઓવર કાપવામાં આવે તો બીજી બેટિંગ કરનાર ટીમને ફાયદો થઇ શકે છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન શિખર ધવન અને યુવા બેટ્સમેન શુભમન ગિલની ઓપનિંગ જોડીનું પ્રદર્શન છે. આ બંને બેટ્સમેન અત્યાર સુધી વર્તમાન સીરિઝમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વનડેમાં સતત શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય બેટ્સમેનોમાંના એક ધવને અત્યાર સુધી માત્ર 17 રન જ બનાવ્યા છે. બધાની નજર આવતા વર્ષના ODI વર્લ્ડ કપ પર છે. અનુભવી બેટ્સમેન ધવન નિર્ણાયકમાં ટીમને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કરશે.

Latest Stories