New Update
/connect-gujarat/media/post_banners/1973c94829f6e42921f4cb72ccec0563968525740dacacc57dd30fab2225252c.webp)
ભારત અને શ્રીલંકા T20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને હાર આપી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી.
ટીમ ઈન્ડિયાએ આપેલા 229 રનના ટાર્ગેટની સામે શ્રીલંકા 16.4 ઓવરમાં 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ કુસલ મેન્ડિસ, દાસુન શનાકાએ 23 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિકે 2-2 વિકેટ લીધી હતી. અને અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી.
Latest Stories