Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs WI : આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી T20 ગુયાનામાં રમાશે

IND vs WI : આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી T20 ગુયાનામાં રમાશે
X

પાંચ મેચની T20 શ્રેણીમાં, ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો આજે (8 ઓગસ્ટ) ત્રીજી મેચ માટે ગુયાનના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. ટીમ ઈન્ડિયા શરૂઆતની બંને મેચ હાર્યા બાદ પણ શ્રેણીમાં 0-2થી પાછળ છે. આવી સ્થિતિમાં આજે ભારત માટે સિરીઝમાં ટકી રહેવા માટે કરો યા મરો મેચ હશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ 8 ઓગસ્ટ, મંગળવારના રોજ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 7:30 વાગ્યે થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા આ જ મેદાન પર બીજી મેચ પણ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો 2 વિકેટે પરાજય થયો હતો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી T20 મેચનું ડીડી સ્પોર્ટ્સ દ્વારા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

Next Story