ભારતે સાઉથ આફ્રિકાને 16 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયા પહેલીવાર આફ્રિકા સામે ઘરઆંગણે T20 સિરીઝ જીત્યું

ગુવાહાટીમાં રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને રોમાંચક મેચમાં 16 રને હરાવ્યું

New Update
ભારતે સાઉથ આફ્રિકાને 16 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયા પહેલીવાર આફ્રિકા સામે ઘરઆંગણે T20 સિરીઝ જીત્યું
Advertisment

ગુવાહાટીમાં રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને રોમાંચક મેચમાં 16 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતે 7 વર્ષ પછી ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી હતી. શરૂઆતમાં ઝટકા મળ્યા પછી, સાઉથ આફ્રિકાના બેટર ડેવિડ મિલર અને ક્વિન્ટન ડી કોકે સાઉથ આફ્રિકાને મેચમાં રાખીને ટીમને જીતની નજીક લાવી દીધું હતું. જોકે તેઓ ટીમને જિતાડી શક્યા નહોતા અને સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરના અંતે 3 વિકેટે 221 રન સુધી સીમિત રહી હતી.

Advertisment

ડેવિડ મિલરે પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 106 રનની લડાયક ઇનિંગ રમી હતી. તો ક્વિન્ટન ડી કોકે પણ 48 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી. અર્શદીપ સિંહે 2 વિકેટ અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી. કેએલ રાહુલને તેની શાનદાર માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.અગાઉ ભારતે પહેલી બેટિંગમાં 20 ઓવરમાં 3 વિકેટે 237 રનનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. સૂર્યકુમાર યાદવે ફરી એકવાર તોફાની ઇનિંગ રમી હતી. તેણે 22 બોલમાં જ 61 રન ફટકાર્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. તેની સ્ટ્રાઈક રેટ 277.27ની રહી હતી. તો કેએલ રાહુલે 28 બોલમાં 57 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ પણ 28 બોલમાં 49* રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો કેપ્ટન રોહિતે 43 રન કર્યા હતા. અંતમાં દિનેશ કાર્તિકે જોરદાર ફિનિશિંગ આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજે 2 વિકેટ લીધી હતી. તો નોર્કિયાએ સૂર્યાને રનઆઉટ કર્યો હતો. મહારાજ સિવાયના સાઉથ આફ્રિકાના અન્ય બોલરો ધોવાયા હતા. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને બીજી T20 મેચમાં 16 હરાવ્યું હતું. ત્યારે ભારતે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે 7 વર્ષ પછી સિરીઝ જીતી હતી. રોહિત શર્મા પહેલો ભારતીય કેપ્ટન બની ગયો છે કે જેણે સાઉથ આફ્રિકાને હોમ સિરીઝમાં T20 ઈન્ટરનેશનલમાં હરાવ્યું હોય. ત્રણ T20 મેચની સિરીઝમાં ભારત હવે 2-0થી આગળ છે. સિરીઝની છેલ્લી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે.

Latest Stories