Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતે દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં કર્યો પ્રવેશ

ભારતે દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં કર્યો પ્રવેશ
X

ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે આ ICC ટૂર્નામેન્ટની નવમી વખત ટાઈટલ મેચમાં સ્થાન મેળવ્યું છે. બેનોનીમાં ભારતીય ટીમે 48 ઓવરમાં 8 વિકેટે 245 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ રન ચેઝમાં સચિન ધાસ (96 રન) અને કેપ્ટન ઉદય સહારન (81 રન)ની ભાગીદારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ 5મી વિકેટ માટે 171 રન જોડ્યા હતા. ભારતીય ટીમે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

સતત છઠ્ઠી જીત નોંધાવતા ભારતીય અંડર-19 ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે પ્રથમ સાત બોલમાં આઠ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સચિન ધાસ (96) અને કેપ્ટન ઉદય સહારન (81) જીતના અસલી હીરો હતા, જેમણે રેકોર્ડ ભાગીદારી કરીને અશક્ય જણાતી જીતને શક્ય બનાવી હતી.

ભારત તરફથી સચિન ધાસે સૌથી વધુ રન બનાવ્યા હતા. સચિન ધાસે 95 બોલમાં 96 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઉદય સહારને 124 બોલમાં 81 રન બનાવ્યા હતા. ઉદય સહારન અને સચિન દાસ વચ્ચે 171 રનની ભાગીદારી થઈ હતી.

Next Story