ભારતે રચ્યો ઈતિહાસ: જીત્યો અંડર 19 ટી-20 વુમન વર્લ્ડ કપ, ફાઇનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું

New Update
ભારતે રચ્યો ઈતિહાસ: જીત્યો અંડર 19 ટી-20 વુમન વર્લ્ડ કપ, ફાઇનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને હરાવીને ઈતિહાસ રચી દિધો છે. ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપી છે. બન્ને ટીમો દક્ષિણ આફ્રિકાના મેદાનમાં ચેમ્પીયન બનવા માટે આમને સામને હતી. આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની આ પહેલી સિઝન છે અને શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ખિતાબ જીતીને ઇતિહાસ રચી દિધો છે. 

શેફાલી વર્મા 15 રન બનાવી આઉટ થઈ હતી. ત્રિશા 24 રન બનાવી આઉટ થઈ હતી. સોમ્યા તિવારીએ શાનદાર ઈનિંગ રમતા 24 રન બનાવી નોટઆઉટ રહી હતી.

ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચમાં સૌમ્યા તિવારી, ત્રિશા અને અર્ચના દેવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અર્ચના, પાર્શ્વી ચોપરા અને તિતસ સાધુએ 2-2 વિકેટ લીધી હતી. શેફાલી વર્માની કપ્તાનીમાં ભારતે આ ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડી શ્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવવાના મામલે ટોચ પર છે.

ઈંગ્લેન્ડે ભારતને વર્લ્ડ કપ જીતવા માટે માત્ર 69 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે માત્ર 14 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. ભારતે 3 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા અને ઈતિહાસ રચ્યો હતો. મહિલા ક્રિકેટમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો હોય. ટીમ ઈન્ડિયા માટે ફાઈનલમાં સૌમ્યા અને ત્રિશાએ 24, 24 રનની ઈનિંગ્સ રમી હતી.

વર્ષ 2023 વર્લ્ડ કપનું વર્ષ બનવા જઈ રહ્યું છે, હોકી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને નિરાશા થઈ. પરંતુ અહીં અંડર-19 T-20 વર્લ્ડ કપમાં ભારતની દીકરીઓએ ઇતિહાસ રચ્યો છે અને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો. વર્ષ 2023માં ભારત પાસે વર્લ્ડ કપ જીતવાની વધુ 2 તકો હશે. જેમાં T20 મહિલા વર્લ્ડ કપ અને મેન્સ ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.

Read the Next Article

IND vs ENG: લોર્ડ્સમાં ગિલની 'ગુંડાગીરી'! કેએલ રાહુલે છેલ્લી 6 મિનિટની વાર્તા જણાવી

દિવસની છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ નાટકબાજીની હદ ઓળંગી ત્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલ ગુસ્સે થઈ ગયા. તેમણે ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીને ફટકાર લગાવી.

New Update
crcksss

લોર્ડ્સ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતના અંતે થયેલા નાટક પર ભારતીય કેપ્ટન શુભમન ગિલે મોટો ખુલાસો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેએલ રાહુલે કહ્યું કે બધાએ જોયું કે ત્યાં શું થઈ રહ્યું હતું. કેએલ રાહુલે કહ્યું કે 6 મિનિટ બાકી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસની રમત ઉત્તેજના પછી નાટકબાજીમાં ફેરવાઈ ગઈ. દિવસની છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ નાટકબાજીની હદ ઓળંગી ત્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલ ગુસ્સે થઈ ગયા. તેમણે ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીને ફટકાર લગાવી.

ઇંગ્લેન્ડે સમય બગાડ્યો!

હકીકતમાં, ભારતનો પ્રથમ દાવ 387 રન પર સમાપ્ત થયો. આ પછી, ઇંગ્લેન્ડને બીજી ઇનિંગ માટે બેટિંગ કરવા ઉતરવું પડ્યું. ભારત પાસે બે ઓવર નાખવાનો સમય બાકી હતો. જોકે, જેક ક્રાઉલીએ છેલ્લી મિનિટોમાં મેચ મોડી કરવાનો પ્રયાસ કર્યો.

'થોડી હિંમત રાખો'

આના પર ભારતીય કેપ્ટન શુભમન ક્રોલી પર ગુસ્સે થયો. ગુસ્સે ભરાયેલા શુભમન ઇંગ્લેન્ડના ઓપનર પાસે ગયો અને કહ્યું, 'થોડી હિંમત રાખો!' આ પછી જે બન્યું તે આખી દુનિયાએ જોયું.

'છ મિનિટ બાકી હતી'

પ્રેસ કોન્ફરન્સમાં બોલતા કેએલ રાહુલે કહ્યું, છ મિનિટ બાકી હતી. કોઈ પણ ટીમ છ મિનિટ પહેલા બે ઓવર ફેંકે તે કંઈ નવું નથી, પરંતુ તેનો અંત નાટક સાથે થયો. દિવસની રમતના અંતે એક વિકેટ અમારા માટે યોગ્ય હોત. ગઈકાલે, તેના વિના પણ મને લાગે છે કે અમે કોઈપણ રીતે ઉચ્ચ ઉત્સાહમાં હોત.

#CGNews #India #England #Team India #cricketer #Test Match #Shubman Gill #angry
Latest Stories