ભારતે રચ્યો ઈતિહાસ: જીત્યો અંડર 19 ટી-20 વુમન વર્લ્ડ કપ, ફાઇનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું

ભારતે રચ્યો ઈતિહાસ: જીત્યો અંડર 19 ટી-20 વુમન વર્લ્ડ કપ, ફાઇનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું
New Update

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને હરાવીને ઈતિહાસ રચી દિધો છે. ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપી છે. બન્ને ટીમો દક્ષિણ આફ્રિકાના મેદાનમાં ચેમ્પીયન બનવા માટે આમને સામને હતી. આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની આ પહેલી સિઝન છે અને શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ખિતાબ જીતીને ઇતિહાસ રચી દિધો છે. 

શેફાલી વર્મા 15 રન બનાવી આઉટ થઈ હતી. ત્રિશા 24 રન બનાવી આઉટ થઈ હતી. સોમ્યા તિવારીએ શાનદાર ઈનિંગ રમતા 24 રન બનાવી નોટઆઉટ રહી હતી.

ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચમાં સૌમ્યા તિવારી, ત્રિશા અને અર્ચના દેવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અર્ચના, પાર્શ્વી ચોપરા અને તિતસ સાધુએ 2-2 વિકેટ લીધી હતી. શેફાલી વર્માની કપ્તાનીમાં ભારતે આ ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડી શ્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવવાના મામલે ટોચ પર છે.

ઈંગ્લેન્ડે ભારતને વર્લ્ડ કપ જીતવા માટે માત્ર 69 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે માત્ર 14 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. ભારતે 3 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા અને ઈતિહાસ રચ્યો હતો. મહિલા ક્રિકેટમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો હોય. ટીમ ઈન્ડિયા માટે ફાઈનલમાં સૌમ્યા અને ત્રિશાએ 24, 24 રનની ઈનિંગ્સ રમી હતી.

વર્ષ 2023 વર્લ્ડ કપનું વર્ષ બનવા જઈ રહ્યું છે, હોકી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને નિરાશા થઈ. પરંતુ અહીં અંડર-19 T-20 વર્લ્ડ કપમાં ભારતની દીકરીઓએ ઇતિહાસ રચ્યો છે અને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો. વર્ષ 2023માં ભારત પાસે વર્લ્ડ કપ જીતવાની વધુ 2 તકો હશે. જેમાં T20 મહિલા વર્લ્ડ કપ અને મેન્સ ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.

#India #ConnectGujarat #final #England #World Cup #Under 19 #India created history #T20 Women
Here are a few more articles:
Read the Next Article