ઇન્ડિયા લિજેન્ડ્સે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી, નમન ઓઝા અને ઇરફાન પઠાણે રમી તોફાની ઇનિંગ્સ...

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ T20 2022 ભારત લિજેન્ડ્સ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા,

New Update
ઇન્ડિયા લિજેન્ડ્સે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી, નમન ઓઝા અને ઇરફાન પઠાણે રમી તોફાની ઇનિંગ્સ...

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ T20 2022 ભારત લિજેન્ડ્સ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા, ત્યારે ભારતે 19.2 ઓવરમાં 5 વિકેટે 175 રન બનાવીને મેચ 5 વિકેટે જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

સચિન તેંડુલકરની કપ્તાની હેઠળની ઇન્ડિયા લિજેન્ડ્સે શેન વોટસનની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સને 5 વિકેટથી હરાવી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ T20 2022 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ટુર્નામેન્ટની પ્રથમ સેમી ફાઈનલ મેચ રાયપુરમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. ભારતે 19.2 ઓવરમાં 5 વિકેટે 175 રન બનાવીને મેચ 5 વિકેટે જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ઈન્ડિયા લિજેન્ડ્સને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને સચિનની ટીમે તેને હાંસલ કરી લીધો હતો. ટીમની આ જીતમાં પ્રજ્ઞાન ઓઝા અને ઈરફાન પઠાણની ઈનિંગ્સે મોટો ફાળો આપ્યો હતો. ટીમના દિગ્ગજ બેટ્સમેન જેમ કે સચિન તેંડુલકર, સુરેશ રૈના અને યુવરાજ સિંહ વધુ રન બનાવવામાં સફળ થઈ શક્યા ન હતા. નમન ઓઝાએ 62 બોલમાં 5 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 90 રન બનાવ્યા હતા જ્યારે છેલ્લી મેચમાં ઈરફાન પઠાણે 12 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન સચિન તેંડુલકરે 10 રન, સુરેશ રૈનાએ 11 રન, યુવરાજ સિંહે 18 રન, સ્ટુઅર્ટ બિન્નીએ 2 રન, જ્યારે યુસુફ પઠાણે એક રન બનાવ્યો હતો. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન શેન વોટસને 30 રન, ધુલને 35 રન, બેન ડંકે 46 રન અને કેમરોન વ્હાઇટે 30 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન શેન વોટસને બે, યુસુફ પઠાણ અને અભિમન્યુ મિથુને બે-બે અને ભારત તરફથી રાહુલ શર્માએ એક વિકેટ ઝડપી હતી.

Latest Stories