Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારત સતત બીજી વખત WTC ફાઈનલમાં હારી ગયું, કાંગારૂઓએ 209 રનથી હરાવ્યું, ઓસ્ટ્રેલિયા તમામ ICC ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની

ભારત સતત બીજી વખત WTC ફાઈનલમાં હારી ગયું, કાંગારૂઓએ 209 રનથી હરાવ્યું, ઓસ્ટ્રેલિયા તમામ ICC ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની
X

ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ હારી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ટીમને 209 રને હાર આપી હતી. 444 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારત છેલ્લા દિવસના પ્રથમ સેશનમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બીજી ઈનિંગમાં કોઈપણ ભારતીય બેટર 50+ રન બનાવી શક્યો નહોતો. વિરાટ કોહલી (49 રન) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ લંડનના ઓવલ મેદાન પર 270/8 પર તેનો બીજો દાવ ડિકલેર કર્યો અને ભારતને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 123/4ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. સેટ બેટર્સ માર્નસ લાબુશેન અને કેમરૂન ગ્રીન આઉટ થઈ ગયા હતા, પરંતુ વિકેટકીપર એલેક્સ કેરી અને મિશેલ સ્ટાર્કે ટીમનો સ્કોર 250 સુધી પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 270/8ના સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કર્યો અને ભારતને 444 રનનો ટાર્ગેટ મળ્યો.ટીમ ઈન્ડિયાએ પણ ઝડપી શરૂઆત કરી હતી પરંતુ ત્રણેય ટોપ ઓર્ડર બેટર્સની વિકેટો ગુમાવી દીધી હતી. જોકે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે અણનમ પરત ફર્યા હતા. બંને ભારતની ઇનિંગ્સને પાંચમા દિવસે 164/4ના સ્કોર પર લઈ જશે.

Next Story