ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ચક્રની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી સાથે કરશે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ત્યાં તેને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ શ્રેણીથી શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જૂલાઈ દરમિયાન રમાશે. આ મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે.
ભારત 13 વર્ષ બાદ ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમશે. આ મેદાન પર છેલ્લી વખત 2011માં મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અહીં માત્ર એક જ મેચ રમી શકી છે. આ તેની બીજી ટેસ્ટ હશે. ભારત 2002 પછી વેસ્ટ ઈન્ડિઝમાં એક પણ ટેસ્ટ હાર્યું નથી. ટીમ ઈન્ડિયાને છેલ્લી હાર 2002માં વેસ્ટ ઈન્ડિઝમાં મળી હતી. ત્યારથી ટીમ ઈન્ડિયાએ છ ટેસ્ટ જીતી છે અને સાત ડ્રો કરી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જૂલાઈ દરમિયાન રમાશે. પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના વિન્ડસર પાર્ક ખાતે રમાશે. ટેસ્ટ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. ડીડી સ્પોર્ટ્સ મેચનું પ્રસારણ વિવિધ ભાષાઓમાં કરશે. આ માત્ર ફ્રી ડીટીએચ પર જ જોઈ શકાય છે. જ્યારે તમે આ મેચને જિયો સિનેમા અને વેબ સાઇટ પર ઑનલાઇન જોઈ શકો છો. તમે Jio સિનેમા એપ અથવા વેબસાઇટ પર ફ્રીમાં મેચ જોઈ શકશો.