સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી પરાજય આપ્યો છે. સાઉથ આફ્રિકા તરફથી મળેલો 117 રનનો ટાર્ગેટ ભારતે ફક્ત 16.4 ઓવરમાં પૂરો કરીને 8 વિકેટે જીત મેળવી લીધી હતી. પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાએ 116 રન બનાવ્યાં હતા. અર્શદીપ અને આવેશખાને 9 વિકેટ ખોરવી હતી તેને કારણે જ આફ્રિકા ઓછા રન કરી શક્યું હતું.
અર્શદીપ સિંહે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અર્શદીપસિંહે તેની પહેલી જ ઓવરમાં રીઝા હેન્ડ્રિક્સ અને રાસી વાન ડેર ડુસેનને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત કરી દીધા હતા. બાદમાં અર્શદીપે બીજા ઓપનર ટોની ડી જોર્જી અને હેનરિચ ક્લાસેનને આઉટ કર્યા હતા. અર્શદીપ સિંહ બાદ આવેશ ખાને પણ સા. આફ્રિકાનો ઉપાડો લીધો હતો અને તેણે પણ 4 વિકેટ ઝડપી હતી. આમ આ બન્ને ખેલાડીઓએ આફ્રિકાને સસ્તામાં નિપવાટી દીધું હતું.