ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. તે વેઈટલિફ્ટિંગની 49 કિગ્રા વર્ગમાં ચોથા સ્થાને રહી હતી.
દરમિયાન,અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેઝ રેસમાં 11મું સ્થાન મેળવ્યું હતું.ટોકિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈએ કુલ 199 કિલો વજન ઉપાડ્યું અને ચોથા સ્થાને રહી. ચીનની હુ જિહુઈએ 206 કિલો વજન ઉઠાવીને ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. રોમાનિયાની મિહાએલા વેલેન્ટિનાએ (205 કિગ્રા) સિલ્વર અને થાઈલેન્ડની ખામ્બાઓ સુલોચનાએ 200 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ જીત્યો હતો. આમ, મીરાબાઈ ચાનુ માત્ર 1 કિગ્રાના અંતર સાથે મેડલ ચૂકી ગઈ હતી.