ભારતની મહિલા તીરંદાજી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ, વિયેતનામને 6-2થી હરાવ્યું

New Update
ભારતની મહિલા તીરંદાજી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ, વિયેતનામને 6-2થી હરાવ્યું

ભારતની મહિલા તીરંદાજી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં ભારતે વિયેતનામને 6-2થી હરાવ્યું હતું. અંકિતા, ભજન કૌર અને સિમરનજીતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમિફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ ઈન્ડિયા તરફથી તિલક વર્માએ અણનમ 55 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે અણનમ 40 રન ફટકાર્યા હતા. હવે ભારતીય ટીમ શનિવારે ફાઇનલ મેચ રમશે.

Latest Stories