ભારતીય મહિલા હોકી ટીમે FIH મહિલા નેશન્સ કપમાં દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું

ભારતીય મહિલા હોકી ટીમે FIH મહિલા નેશન્સ કપમાં દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું

ભારતીય મહિલા હોકી ટીમે FIH મહિલા નેશન્સ કપમાં દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું
New Update

ભારતીય મહિલા હોકી ટીમે FIH મહિલા નેશન્સ કપમાં દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું હતું. બુધવારે (14 ડિસેમ્બર) પુલ-બી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને સતત ત્રીજી જીત મેળવી હતી. પહેલા જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂકેલી ટીમે ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભારત તરફથી દીપ ગ્રેસ એક્કા અને ગુરજીત કૌરે એક-એક ગોલ કર્યા હતા.

ભારતીય ટીમે મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. તેણે પહેલા ક્વાર્ટરથી જ દક્ષિણ આફ્રિકાની ટીમ પર દબાણ બનાવી રાખ્યું હતું. ટીમ ઈન્ડિયાને તેનો ફાયદો 14મી મિનિટે મળ્યો હતો. દીપ ગ્રેસ એક્કાએ શાનદાર ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી.

આ પછી બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. ભારતે ચોથા ક્વાર્ટરમાં મેચ સમાપ્ત થવાની એક મિનિટ પહેલા જ વધુ એક ગોલ કર્યો હતો. 59મી મિનિટે ગુરજીત કૌરે બોલ ગોલ પોસ્ટમાં નાખ્યો હતો. ભારતે ગ્રુપમાં નવ પોઈન્ટ્સ મેળવ્યા છે. અગાઉ તેણે ચિલીને 3-1થી અને જાપાનને 2-1થી હરાવ્યું હતું.

આઠ ટીમોની ટૂર્નામેન્ટ ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે પ્રમોશન-રેલિગેશન સિસ્ટમમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ટુર્નામેન્ટની ચેમ્પિયનને 2023-24 FIH હોકી વિમેન્સ પ્રો લીગમાં પ્રમોટ કરવામાં આવશે. FIH હોકી વિમેન્સ પ્રો લીગ એ આગામી વર્ષની એશિયન ગેમ્સ અને 2024 પેરિસ ઓલિમ્પિક્સ પહેલા એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે.

#ConnectGujarat #Indian #South Africa #women's hockey team #Women's Nations Cup
Here are a few more articles:
Read the Next Article