Connect Gujarat
સ્પોર્ટ્સ

વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની બલ્લે બલ્લે, ચીનની લીના મોંઘને હરાવી ભારતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની બલ્લે બલ્લે, ચીનની લીના મોંઘને હરાવી ભારતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો
X

મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. નિતું ઘંઘાસે 45-48 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કરીને જબરી સીધી હાંસલ કરી છે. ત્યારબાદ હવે સ્વીટી 75-81 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો છે. આ ઉપરાંત નીખાત ઝરીન અને લોવલીના બોર્ગોહેને પણ ફાઇનલમાં જગ્યા બનાવી સિલ્વર મેડલ પાક્કા કર્યા છે.

સ્વીટી બુરાએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ચીનની લીના મોંઘને હરાવી 75 81 kg વજન વર્લ્ડમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કરી લીધો છે. સમગ્ર મેચ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે બરાબરના પારખા થયા હતા. આ દરમિયાન પ્રથમ બે રાઉન્ડમાં ત્રણ-બે થી લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ત્રીજા રાઉન્ડ પછી નિર્ણય સમીક્ષા માટે ગયો હતો અને સ્વીટીની તરફેણમાં પરિણામ આવ્યા બાદ તેને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સ્વીટી બીજા રાઉન્ડ બાદ પણ આગળ જ જોવા મળી રહી છે. જોકે તેની લીડ ઘણી નજીક હતી.

Next Story