Connect Gujarat
સ્પોર્ટ્સ

"ભારતની કારમી હાર" ઑસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક મેચમાં ભારત 21 રને ભૂંડી હાલતે હાર્યું

ભારતની કારમી હાર ઑસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક મેચમાં ભારત 21 રને ભૂંડી હાલતે હાર્યું
X

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ભારતનો 21 રનથી પરાજય થયો હતો. 270 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયા 49.1 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ સર્વાધિક 54 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 40 રન, શુભમન ગિલે 37 રન, રોહિત શર્માએ 30 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 45 રનમાં 4 વિકેટ લીધી હતી. જયારે અગરને 2 તથા સ્ટોયનિસ અને એબોટને 1-1 સફળતા મળી હતી. જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વન ડે સીરિઝ 2-1થી જીતી હતી.

મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 269 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ટ્રેવિડ હેડ (33 રન) અને મિચેલ માર્શ (47 રન)એ પ્રથમ વિકેટ માટે 68 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ નિયમિત અંતરે વિકેટો ગુમાવતા ગયા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 10 ઓવરમાં 1 મેડન નાંખી 56 રનમાં 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 44 રનમાં 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 57 રનમાં 2 વિકેટ લીધી હતી.

Next Story