/connect-gujarat/media/post_banners/a28aebb890fd92f163b46cd70ff7814efeb63a011cafb43827538d62ab0b3d82.webp)
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની સિરીઝની પહેલી વન-ડે મેચ આસામના ગુવાહાટીમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાનો 67 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ આપેલા 374 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ કરી શકી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે એકલા હાથે છેલ્લે લડત આપી હતી.
શનાકાએ 88 બોલમાં 108* રની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ઓપનર પથુમ નિસાંકાએ 80 બોલમાં 72 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ સ્પીડસ્ટર ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ સિરાજને 2 વિકેટ મળી હતી, અને મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલે 1-1 લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની વન-ડે સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.
ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન કર્યા હતા. તો રોહિત શર્માએ 67 બોલમાં 83 રન અને શુભમન ગિલે 60 બોલમાં 70 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કસુન રજીથાએ 3 વિકેટ, જ્યારે દિલશાન મદુશંકા, ચમિકા કરુણારત્ને, દાસુન શનાકા અને ધનંજય ડિ સિલ્વાને 1-1 વિકેટ મળી હતી.