/connect-gujarat/media/post_banners/a371fd0f70489fbba4a6e3f4c429dce3474cdc1bc8ccba7105034570adfe2440.webp)
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ ફરી એકવાર IPL 2023માં કમબેક કરતા જોવા મળશે. લાંબા સિક્સર માટે પ્રખ્યાત ક્રિસ ગેલ આ વખતે અલગ અંદાજમાં જોવા મળશે. એવી અપેક્ષા છે કે તે IPL 2023 માં IPL વિશ્લેષક તરીકે વાપસી કરી શકે છે. ગેઈલે આઈપીએલમાં પોતાની શાનદાર ઈનિંગ્સથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. હવે ફરી એકવાર તેની વાપસી દર્શકો માટે સારા સમાચાર હોઈ શકે છે. જિયો સિનેમા દ્વારા ટ્વીટ કરીને ગેઇલની વાપસીની માહિતી આપવામાં આવી હતી.
ગેલે આઈપીએલમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે, જેમાં તેની 175 રનની ઈનિંગ્સ કોઈ ભૂલી શકે તેમ નથી. તેણે આ ઇનિંગ પુણે વોરિયર્સ સામે રમી હતી. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેન દ્વારા રમાયેલી આ સૌથી વધુ ઈનિંગ્સ છે. તેની ઇનિંગ્સમાં કુલ 17 સિક્સર સામેલ હતી. આ ઈનિંગ ગેઈલે RCB માટે રમી હતી. આ ઇનિંગ બાદ આરસીબીએ બોર્ડ પર 263 રન બનાવ્યા હતા.