/connect-gujarat/media/post_banners/54f5919879ba1017e1e25f63ee5efd93ff8715f41661776979fa402cbdbdd15e.webp)
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 માટે આજે ઓક્શન યોજાશે. ભારત અને વિદેશના ઘણા ક્રિકેટરોના ભાવિનો નિર્ણય થવા જઈ રહ્યો છે. દુબઈમાં મંગળવારે (19 ડિસેમ્બર) યોજાનારી બિડિંગમાં 10 ટીમો 262.95 કરોડ ખર્ચ કરશે. આ ટીમો બોલી માટે ઉપલબ્ધ 333 ક્રિકેટરોમાંથી 77 ઉપલબ્ધ જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરશે. તમામની નજર ગુજરાત ટાઇટન્સ પર રહેશે. તેણે મુંબઈ ઈન્ડિયન્સમાં ગયેલા હાર્દિક પંડ્યાની જગ્યા ભરવાની છે. તેની પાસે મહત્તમ રકમ 38.15 કરોડ બાકી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સએ સૌથી વધુ 12 ખેલાડીઓ ખરીદવાના છે. તેમાં ગુજરાત પછી સૌથી વધુ 32.7 કરોડ રૂપિયા બાકી છે. લખનઉ પાસે 10 ટીમોમાં સૌથી ઓછી રકમ 13.2 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે તેણે છ ખેલાડીઓ ખરીદવાના છે.
IPLના ઈતિહાસમાં પહેલીવાર વિદેશી ધરતી પર યોજાનારી બિડમાં શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, રચિન રવિન્દ્ર જેવા કેપ્ડ ક્રિકેટરો ઉપરાંત યુપીના સમીર રિઝવી જેવા અનકેપ્ડ યુવા ક્રિકેટરોનો સમાવેશ થશે. અરશિન કુલકર્ણી, મુંબઈનો મુશીર ખાન પર પણ પૈસાનો વરસાદ થવાની આશા છે.