Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: લખનઉ સામે ગુજરાત હાર્યું, 163 રનનો ટાર્ગેટ ચેઝ કરતા GT 130 રનમાં જ ઓલઆઉટ

IPL: લખનઉ સામે ગુજરાત હાર્યું, 163 રનનો ટાર્ગેટ ચેઝ કરતા GT 130 રનમાં જ ઓલઆઉટ
X

લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે 21મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 33 રને હરાવ્યું હતું. આ પહેલા LSGએ બેંગલુરુ અને પંજાબને પણ હરાવ્યું હતું.રવિવારે એકાના સ્ટેડિયમમાં LSGએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા.

જવાબમાં GT 18.5 ઓવરમાં 130 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. LSG તરફથી યશ ઠાકુરે 5 વિકેટ લીધી હતી જ્યારે કૃણાલ પંડ્યાને 3વિકેટ મળી હતી.

Next Story