Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: રોમાંચક મેચમાં રાજસ્થાન સામે ગુજરાત ટાઈટન્સની ભવ્ય જીત, રાશીદ અને તેવટીયાની તોફાની બેટિંગ

IPL: રોમાંચક મેચમાં રાજસ્થાન સામે ગુજરાત ટાઈટન્સની ભવ્ય જીત, રાશીદ અને તેવટીયાની તોફાની બેટિંગ
X

ગુજરાત ટાઇટન્સ (GT)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેમની ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 24મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 3 વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે બે મેચ હાર્યા બાદ જીત મેળવી છે.જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બુધવારે ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટે 196 રન બનાવ્યા હતા.

ગુજરાતે 197 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.રાહુલ તેવટિયા અને રાશિદ ખાનની જોડીએ છેલ્લી બે ઓવરમાં 35 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 44 બોલમાં 72 રન બનાવ્યા હતા. જ્યારે સાઈ સુદર્શને 29 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતું. કુલદીપ સેને 3 અને યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી હતી.RR તરફથી રિયાન પરાગે 48 બોલમાં 76 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન સંજુ સેમસન 38 બોલમાં 68 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 78 બોલમાં 130 રનની સદીની ભાગીદારી કરી હતી. યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને આઉટ થયો હતો. ઉમેશ યાદવ, રાશિદ ખાન અને મોહિત શર્માને એક-એક વિકેટ મળી હતી

Next Story