ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 60મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું છે. આ જીત સાથે ટીમ વર્તમાન સિઝનના પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. KKR આ સિઝનમાં પ્લેઑફમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ છે. કોલકાતાએ સિઝનમાં બીજી વખત મુંબઈને હરાવ્યું છે.હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમે 16 ઓવરમાં 7 વિકેટે 157 રન બનાવ્યા હતા.
જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 16 ઓવરમાં 8 વિકેટે 139 રન બનાવી શકી હતી. હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલે 2-2 વિકેટ લીધી હતી. MI તરફથી ઈશાન કિશને સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 32 રન બનાવ્યા હતા. આ પહેલાં, વેંકટેશ અય્યરે 42 રનની ઇનિંગ રમી હતી. આન્દ્રે રસેલે 24 અને નીતિશ રાણાએ 33 રન બનાવ્યા હતા. પિયુષ ચાવલાએ 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, અંશુલ કંબોજ અને નુવાન તુષારાને એક-એક વિકેટ મળી હતી.